પડાણામાં કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ : અંદાજિત રૂા. 43 લાખનું નુકસાન

copy image

ગાંધીધામના પડાણામાં આવેલા કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. તા. 15/7ના સવારના અરસામાં પડાણાના સીમ વિસ્તારમાં આવેલ બાલાજી કાંટાની બાજુમાં કષ્ટભંજન ઇકો એનર્જી નામના કારખાનામાં આ આગનો બનાવ બન્યો હતો. કારખાનામાં અચાનક લાઇટ જતી રહેતા તપાસ કરવામાં આવતા ઇલેક્ટ્રીક પેનલમાં આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવ અંગે અગ્નિશમન દળને જાણ કરવામાં આવતા તેઓની ટીમે કામગીરી હાથ ધરી અને અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. દોઢ-બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતી. આ બનાવમાં અંદાજિત રૂા. 43 લાખનું નુકસાન થયું અનુમાન છે. પોલીસે આ બનાવ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.