ભુજમાંથી જાહેરમાં જુગાર રમતી સાત મહિલાની ધરપકડ

copy image

ભુજમાંથી જાહેરમાં જુગાર રમતી સાત મહિલાને પોલીસે ઝડપી પાડી છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ શહેરના ન્યૂ રાવલવાડીના રોટરીનગરમાં જાહેરમાં અમુક મહિલાઓ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહી હતી. તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે તમામને રંગે હાથ ઝડપી પાડી હતી. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કાલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.