“માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ લૂંટના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભજ”


ગઇ તા.૧૬/૦૭/૨૦૨૫ ના બે અજાણ્યા ઇસમોએ રાત્રીના ભાગે મોટર સાયકલથી ફરીયાદી પાસે આવી છરી ફરીયાદીના ગળાના ભાગે રાખી ફરીયાદીના રોકડા રૂ.૭,૦૦૦/- તથા મોબાઇલ ફોનની લુંટ કરી નાશી ગયેલ હોય જે અન્વયે માનકુવા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હા રજીસ્ટર નંબર : ૦૪૩૫/૨૦૨૫, બી.એન.એસ. કલમ- ૩૦૯(૪), ૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ વિગેરે મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ.
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ઉપરોક્ત ગુના કામે અજાણ્યા ઇસમોને સત્વરે શોધી આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. પંકજભાઇ કુશવાહા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનકુમાર જોષી. સુનીલભાઇ પરમાર તથા પો.કોન્સ. જીવરાજભાઇ ગઢવીનાઓ ઉપરોકત ગુનામાં સંડોવાયેલા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન પંકજભાઇ કુશવાહા તથા નવીનભાઈ જોષીના ઓને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતમી હકીકત તેમજ ટેકનીકલ સર્વેલન્સ આધારે માહિતી મળેલ કે, આ કામે શંકમદ મુસ્તાક હાસમ સોઢા રહે. ખારીરોહર તા. ગાંધીધામ વાળો હોય જેથી સદર શંકમદની તપાસ કરતા મજકુર ઇસમ મુસ્તાક હાસમ સોઢા ઉ.વ. ૨૦ રહે. ખારીરોહર તા.ગાંધીધામ વાળો મળી આવેલ જેથી મજકુર ઇસમની ઉપરોક્ત ગુના બાબતે પુછપરછ કરતા જણાવેલ કે હું તથા મારી સાથે ઉમર ઉર્ફે સકીલ કારા કટીયા રહે. ખારીરોહર તા. ગાંધીધામ વાળાએ ભેગા મળી અને છરી વડે સુખપર ગામે લુંટ કરી રોકડા રૂપિયા તથા મોબાઇલ લઇને નાશી ગયેલ હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે માનકુવા પોલીસ સ્ટેશન સોપવામાં આવેલ છે.
*હસ્તગત કરેલ આરોપી
- મુસ્તાક હાસમ સોઢા ઉ.વ. ૨૦ રહે. ખારીરોહર તા.ગાંધીધામ
- પકડવાનો બાકી આરોપી
- ઉમર ઉર્ફે સકીલ કારા કટીયા રહે ખારીરોહર તા. ગાંધીધામ