ક્રેડાઈ ગાંધીનગર યુથ વિંગ દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનું આયોજન


ગાંધીનગરના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપરોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ક્રેડાઈની યુથ વિંગએ સરગાસણ ખાતે મોટા પાયે વૃક્ષારોપણ ઝુંબેશ “પ્લાન્ટ એન્ડ પ્લેજ”નું આયોજન કર્યું હતું.
આ ઝુંબેશમાં ક્રેડાઈના સદસ્યો, સિવિક લીડર્સ, પબ્લિક ઓફિસિયલ અને નાગરિકો દ્વારા ગાંધીનગર અને શહેરની આવનારી પેઢીઓ માટે હરિયાળા અને આરોગ્યપ્રદ ભવિષ્યના નિર્માણના સામૂહિક ઉદ્દેશમાં યોગદાન આપવા માટે એકત્ર થયા હતા.
આ કાર્યક્રમમાં ક્રેડાઈના ચેરમેન શ્રી પ્રવિણ પટેલ, પ્રેસિડેન્ટ શ્રી જસુ પટેલ, યુથ વિંગના પ્રેસિડેન્ટ શ્રી હિમાંશુ પટેલ, વાઈસ પ્રેસિડેન્ટ શ્રી હિતેશ ચૌધરી અને અન્ય લોકો સહિત ક્રેડાઈના વરિષ્ઠ પદાધિકારીઓનો સહયોગ જોવા મળ્યો હતો. તેમણે સમર્પિત ગ્રીન ઝોનમાં સેંકડો રોપાઓનું વાવેતર કર્યું.
આ પ્રસંગે બોલતા, યુથ વિંગના પ્રમુખ હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, “પ્લાન્ટ એન્ડ પ્લેજ’ ઝુંબેશ હેઠળ, અમે ફક્ત થોડાક રોપાઓની જ વાવણી નથી કરી રહ્યાં, પરંતુ આશાનું પણ વાવેતર કરી રહ્યા છીએ. આજે આપણે જે દરેક રોપા વાવીએ છીએ તે આવતીકાલને વધુ હરિયાળી અને વધુ ટકાઉ બનાવવામાં ફાળો આપશે. ક્રેડાઈ યુથ વિંગને અર્થસભર પર્યાવરણીય કાર્યવાહી તરફ આ પગલું ભરવાનો ગર્વ છે.”
ધારાસભ્ય શ્રી જે. એસ. પટેલ અને સુશ્રી રીટા પટેલ, ગાંધીનગરના મેયર સુશ્રી મીરા પટેલ, કોર્પોરેટર શ્રી કૌશિક પટેલ, ગાંધીનગર એસ.પી. શ્રી રવિ તેજા, ભાજપના નેતા શ્રી જયરાજસિંહ પરમાર અને અન્ય ઘણા મહાનુભાવોએ આ પહેલને સમર્થન આપ્યું હતું.
રિપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.