ચિરીપાલ ગ્રુપ અને મિર્ચીએ સસ્ટેનેબીલીટી ના સ્ટ્રોંગ મેસેજ સાથે ગ્રીન યોદ્ધા કેમ્પેઈન સમાપ્ત કર્યું


હાલમાં અમદાવાદે એક વાઇબ્રન્ટ સેલિબ્રેશન જોયું. ચિરિપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા કેમ્પેઈનનો ગ્રાન્ડ ફિનાલે ઇવેન્ટ શરૂ થયો. ચિરિપાલ ગ્રુપ અને મિર્ચીએ મળીને આ કેમ્પેઈન ચલાવ્યું હતું. એમનો મુખ્ય હેતુ વધુમાં વધુ પ્લાન્ટેશન કરવાનો હતો, અને એમણે શહેરના બધા લોકોને એકસાથે લાવીને હરિયાળા ભવિષ્ય માટે પ્રતિજ્ઞા લીધી.
આ કેમ્પેઈન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે (૫ જૂન) પર લૉન્ચ થયું હતું, અને અમદાવાદના લોકોને જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો. પબ્લિકે સેપલિંગ્સ માટે રજિસ્ટર કરાવ્યું અને સોસાયટીઓ, સ્કૂલો, અને AMCના પ્લોટ્સ પર પ્લાન્ટેશન ડ્રાઇવ્સમાં એક્ટિવ બનીને ભાગ લીધો. એક વિઝનને એમણે એક ચળવળમાં બદલી નાખ્યું.
રિપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.