શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં શિશુવાટિકા, બાલવાટિકાના માતાઓનું ભવ્ય સંમેલન યોજાયું

શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ માં શિશુવાટિકા,બાલવાટિકાના માતાઓનું ભવ્ય સંમેલન યોજવામાં આવ્યું ભવ્ય માતૃ સંમેલન યોજવાનું મુખ્ય સૂત્ર સાર્થકનો મુખ્ય હેતુ “જો એક માતા ધારે તો બાળકનું જીવન બદલી શકે છે” હેતુસભર આજે શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ માં શિશુવાટીકા તેમજ બાલવાટિકા ના માતાઓનો માતૃસંમેલનમાં ધૂન, વંદના,અસ્મિતાદીદી, જ્યાદીદી દ્વારા કરવામાં આવી પંજીકરણ કાર્ય લતાદીદી દ્વારા કરવામાં આવ્યું દીપપ્રાગટ્ય મંત્રો સાથે આવેલ માતાઓએ દીપ પ્રાગટ્ય કરીને માતૃ સંમેલનની શુભ શરૂઆત કરવામાં આવી માતૃ સંમેલનનું સફળ સંચાલન ધર્મિષ્ઠાદીદી દ્વારા કરવામાં આવ્યું માતૃ સંમેલનની આજની જરૂરિયાત શા માટે? તે વિષયની પ્રસ્તાવના પ્રધાનાચાર્ય શ્રી હસમુખ ગુરુજી દ્વારા સુંદર હ્રદયસ્પર્શી રજૂઆત કરવામાં આવી માતૃ સંમેલનમાં શિશુવાટીકા તેમજ બાલવાટિકા ના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો માં નિત્ય ક્રમ,અભિનયગીતો, સાંસ્કૃતિક ચારિત્ર્યનો કક્કો જેવી સુંદર કૃતિઓ બાળકો દ્વારા માતૃ સંમેલનમાં સુંદર રજૂઆત કરવામાં આવી બધા દીદીઓ તેમજ ગુરુજી દ્વારા સામુહિક અભિનય ગીત રજૂ કર્યું સહપ્રધાનાચાર્ય શ્રી રાજેન્દ્ર ગુરુજી દ્વારા આજની માતા દ્વારા બાળકનો ઉછેર, બાળકનું ભોજન, બાળકનું ઘડતર, બાળક સાથેનો વ્યવહાર, માતાઓએ બાળક પ્રત્યેની કાળજી જેવા વિષયોનું સુંદર હૃદય સ્પર્શી માતાઓને માતૃ સંમેલનમાં માર્ગદર્શન આપવામાં આવ્યું. માતૃ સંમેલનમાં 70 માતાઓ માતૃ સંમેલનમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પરિવાર થાનગઢ દ્વારા માતૃસંમેલન સફળ બનાવવા માં આવ્યું.

રિપોર્ટર જયેશભાઇ મોરી