મુંદ્રામાં બંદરગાહ પર લાંગરેલા જહાજના ફિલિપિન્સના નાગરિકનું ઢળી પડ્યા બાદ મોત

copy image

મુંદ્રામાં બંદરગાહ પર લાંગરેલા જહાજના ફિલિપિન્સના નાગરિક એવા ક્રૂ સભ્ય 52 વર્ષીય સાંતીઆગો રિચાર્ડ નિક્સન અડેલ નામના આધેડનું અચાનક ઢળી પડતાં મોત થયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રા બંદરે એમએસસી અરિજેન્ટો વાળું જહાજ લાંગરેલું હતું, તે સમયે તેના ક્રૂ સભ્ય સાંતીઆગો અચાનક ઢળી પડતાં તેમનો શ્વાસ ફુલાવા લાગ્યો હતો. આ આધેડની તબીયાત લથડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કાર્યા હતા. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.