ભુજના પદ્ધરમાં આધેડે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

sus

copy image

copy image

ભુજ ખાતે આવેલ પદ્ધરમાં આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે સૂત્રોમથી મળતી માહિતી મુજબ આ બનાવ ગુરુવારના રાત્રિના અરસામાં થયો હતો. 43 વર્ષીય રમેશભાઈ વાલાભાઈ ખુંગલા પોતાના ઘરે હાજર હતા તે સમય દરમ્યાન કોઈ અકળ કારણોસર ઘરની પાછળ આવેલ બારીમાં વાયર બાંધી ગળેફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી હતી. હતભાગીએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે બહાર આવ્યું ન હતું. આ ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્ય તપાસ હાથ ધરી છે.