ઇડર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામા છેલ્લા ત્રણ માસથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, એ.ટી.એસ. ગુ.રા. અમદાવાદ નાઓનાં માર્ગદર્શન હેઠળ પેરોલ, ફર્લો, વચગાળા જામીન ફરારી, જેલ ફરારી તથા નાસતા-ફરતા આરોપીઓને પકડવા જણાવેલ હોઈ જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં પેરોલ, ફર્લો, વચગાળા જામીન ફરારી, જેલ ફરારી તથા નાસતા-ફરતા આરોપીઓને પકડવા એસ.ઓ.જીનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવીનાઓને સુચના આપેલ જે અન્વયે એસ.ઓ.જી.સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.

દરમ્યાન તા.૧૯/૦૭/૨૦૨૫ નાં રોજ એસ.ઓ.જીનાં કર્મચારીઓ માંડવી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઈ સિધ્ધરાજસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ પૃથ્વીરાજસિંહ વાધેલાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, છેલ્લા ત્રણ માસથી ઇડર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૪૦૨/૨૦૨૫ બી.એન.એસ કલમ ૧૩૭(૨),૮૭ મુજબના ગુના કામેનો નાસતો-ફરતો આરોપી આલોકભાઇ દિનેશભાઇ રાવળ ઉ.વ.૨૦,રહે. રાવળફળીયુ, કુકડીયા, તા.ઇડર, જી.સાબરકાંઠા વાળો હાલમાં માંડવી સરકારી બીચ ખાતે હાજર છે તેવી સચોટ બાતમી હકીકત મળતા તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ આવી ખરાઈ કરતા બાતમી વાળો ઇસમ માંડવી સરકારી બીચ ખાતે હાજર મળી આવતા બી.એન.એસ.એસ ની ક.૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ માંડવી પોલીસ સ્ટેશનને સોંપેલ છે અને સદર આરોપી તથા ભોગબનનારનો કબ્જો મેળવવા ઇડર પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે.

→ પકડાયેલ નાસતા-ફરતા આરોપીનું નામ

આલોકભાઇ દિનેશભાઇ રાવળ ઉ.વ.૨૦,૨હે. રાવળફળીયુ, કુકડીયા,તા.ઇડર, જી.સાબરકાંઠા