પવનચકકીના કેબલ ચોરીના તમામ આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરિક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ-કચ્છ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભચાઉ વિભાગ સાહેબનાઓએ મિલ્કત સબંધી ચોરી/લુંટ પ્રકા૨ના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સારૂ આપેલ સુચના આધારે લાકડીયા પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર નં-૧૧૯૯૩૦૧૧૨૫૦૧૮૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતાની કલમ -૩૦૫,૩૦૩(૨),૩૩૧(૪), ૫૪ મુજબનો ગુનો દાખલ થયેલ જેમાં ફરીયાદીશ્રીની કંપનીની નારણસરી સીમમાં આવેલ એલીકોન કંપનીની પવનચકકીના દરવાજાનો લોક તોડી પવનચક્કીમાંથી અલગ-અલગ સાઈઝના કોપર વાયરની ચોરી થયેલ હોવાની ફરીયાદ આપેલ જેની આગળની તપાસ શ્રી જે.એમ.જાડેજા પોલીસ ઈન્સ્પેક્ટર લાકડીયા પો.સ્ટેનાઓએ સંભાળી હ્યુમન સોર્શિસ આધારે ઝીણવટભરી રીતે તપાસ કરી ચોરી કરનાર અજાણ્યા તમામ આરોપીઓને ચોરીમાં ગયેલ કોપર વાયર મુદામાલ તથા ગુનામાં ઉપયોગ કરેલ મો.સા સાથે પકડી પાડી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

ડીટેક્ટ થયેલ ગુનો

લાકડીયા પોલીસ સ્ટેશન ગુના નં-૧૧૯૯૩૦૧૧૨૫૦૧૮૭/૨૦૨૫ બી.એન.એસ કલમ- ૩૦૫,૩૦૩(૨),૩૩૧(૪),૫૪

પક્ડાયેલ આરોપીઓ

૧) અલ્તાફ અબ્દુલ સમા ઉ.વ-૨૧ ૨હે.જાબઇવાસ, શીકારપુર તા.ભચાઉ કચ્છ.

૨) રહીમ અલ્લારખા સમા ઉ.વ.૨૨ રહે.હાલે.શિકારપુર તા.ભચાઉ મુળ રહે.મોમાયમોરા તા.રાપર કચ્છ.

૩) ઈમરાન હાજી ત્રાયા ઉ.વ.૨૧ ૨હે.શિકારપુર તા.ભચાઉ કચ્છ.

કબ્જે કરેલ મુદામાલ

કોપર વાયર ૬૦ કિ.ગ્રા કિ.રૂા. ૩૬,000/-

ગુના કામે વપરાયેલ મો.સા નં.-GJ.39.A.5652 કિ.રૂા. ૨૫,000/-

કુલે કિંમત રૂા .૬૧,000/-

આરોપીનો ગુનાહીત ઈતીહાસ

આરોપી અલ્તાફ અબ્દુલ સમા વિરુધ્ધ..

(૧) લાકડીયા પોસ્ટે ગુ.૨.નં.૦૦૩૨/૨૦૨૫ બી.એન.એસ ૩૦૫,૩૩૧(૪), ૩૨૪(૨),૫૪ મુજબ

આરોપી ઈમરાન હાજી ત્રાયા વિરુધ્ધ..

(૨) સામખીયારી પોસ્ટે ગુ.૨.નં.૦૨૬૪/૨૦૨૪ આર્મસ એકટ કલમ ૨૫-૧-બીએ, ૨૮ મુજબ

આવેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.જાડેજા તથા લાકડીયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં