ગાંધીધામ ખાતે આંગડીયા પેઢીના માલીકને હથિયાર બતાવી બળઝબરીથી અપહરણ કરવાના ગુન્હા કામે વધુ ૦૨ આરોપીઓની ધરપકડ કરતી ગાંધીધામ પોલીસ

જે ગુન્હા કામે હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓ દ્વારા ગત તા.૧૬/૦૭/૨૦૨૫ ના રોજ ગાંધીધામ ખાતે પ્લોટ નં-૨૩૧ વોર્ડ નં-૧૨/બી ખાતે આવેલ સમકીત નિધી આંગડીયા પેઢીના માલીક કેતનભાઈ કાકરેચાનું કોઈ અજાણ્યા ચાર ઇસમોએ હથિયાર બતાવી ફિલ્મી ઢબે ફોર વ્હિલ વાહનમાં બળઝબરીથી બેસાડી પૈસા પડાવવાના ઇરાદાથી અપહરણ કરી નાશી ગયેલ.જે અંગે ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશન ભાગ-એ ગુ.૨.નં-૧૧૯૯૩૦૦૬૨૫૦૯૮૬/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૧૧૫(૨), ૧૪૦(૨), ૬૧(૧)(એ), વિગેરે તથા આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧)(બી) તથા જી.પી.એક્ટની કલમ-૧૩૫ મુજબના ગુન્હા કામે સંડોવાયેલ આરોપીઓને સત્વરે પકડી પાડવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એમ.ડી.ચૌધરી નાઓએ ઉપરોક્ત ગુના કામે સંડોવાયેલ નિચે મુજબના આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

:: પકડાયેલ આરોપીઓ ::

(૧) કિરીટસિંહ બળદેવસિંહ ઝાલા ઉ.વ.૫૧ ૨હે.મ.નં-ઈ/૫૫ સપનાનગર ગાંધીધામ

(૨) મયુરભાઈ શંભુભાઈ હેઠવાડીયા (આહીર) ઉ.વ.૩૪ રહે.મ.નં-૧૨૯/સી કામધેનું સોસાયટી-03 અંજાર