સુમરાસરની નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

copy image

copy image

ભુજ ખાતે આવેલ સુમરાસરમાં નદીમાં ડૂબી જવાથી એક યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભારાપરનો 24 વર્ષીય ઇમરાન સુમરાસર માઇના પડની દરગાહે યાત્રા કરવા ગયો હતો. ત્યારે સાંજના અરસામાં અચાનક હતભાગી નદીનાં પાણીમાં ડૂબી ગયો હતો. ઉપરાંત તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેને અંતિમ શ્વાસ લીધા હતા. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.