ભુજના ધરમપરની સીમમાં યુવાનનો આપઘાત

copy image

copy image

ભુજ ખાતે આવેલ ધરમપરની સીમમાં બાવળના ઝાડ પર યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર દોઢેક મહિનાથી ધરમપુરમાં કામ કરતો 30 વર્ષીય યુવાન સુમિતકુમાર ઉમેશ મુનીએ કોઈ અગમ્ય કારણોસર ધરમપરની સીમમાં બાવળના ઝાડ પર ગળેફાંસો ખાઇ લીધો હતો. ત્યાર બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.