ભુજના માધાપરમાં ટ્રક ચાલકની છરીની અણીએ લૂંટ

copy image

લૂંટારાઓ બેફામ બની ચૂક્યા છે ત્યારે ભુજ તાલુકાનાં માધાપર ગામમાંથી વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે સૂત્રો જણાવી રહ્યા છે, ત્રણ દિવસ અગાઉ રાત્રીના સમયે બે વાગ્યે માધાપર નળ સર્કલ નજીક એક ટ્રકચાલકના ગળે છરી મૂકી મોબાઈલ અને રોકડની લૂંટ મચાવવામાં આવેલ હતી. આ મામલે લૂંટ ચલાવનાર ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ભુજના ભારાપરમાં રહેતા ટ્રકચાલક ફારુક સલીમભાઈ રાયમા પોતે અને તેનો ભાઈ વસીમ ગત તા. 17/6ના રાત્રે ગાડી લઈ મોરબીની કંપનીમાં ખાલી કરવા જઈ રહ્યા હતા. તે દરમ્યાન માધાપરના નળવાળા સર્કલ પાસે ટ્રક ઊભી રાખી ભાઈ વસીમ ટ્રક એસો.માં ટોકન લેવા ગયેલ હતો તે સમયે એક માણસ બાઈક પર હતો અને બે ડિવાઈડર પાસે હતા, તેમાંથી એક બુકાનીધારી શખ્સ ફરિયાદી પાસે આવી પોતાની ભેઠમાંથી છરી કાઢી કહ્યું કે, તારી પાસે જે હોય તે આપી દે, નહીંતર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આ લૂંટારાઓએ ફરિયાદીના ગળાં પર છરી મૂકી મોબાઈલ કિં. રૂા. 5000 તથા રોકડા રૂા. 1500ની લૂંટ આંચરી ફરાર થઈ ગયા હતા.