ખાવડા નજીક ટ્રેક્ટર પલટતાં 23 વર્ષીય યુવાને જીવ ખોયો

copy image

ખાવડા નજીક ટ્રેક્ટર પલટતાં 23 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ખાવડા નજીક ટ્રેક્ટર પલટતાં કંપનીમાં કામ કરતા પરપ્રાંતીય 23 વર્ષીય યુવાન સમીરકુમાર સૂરજ પાસવાનનું ગંભીર ઇજાઓના કારણે મોત થયું છે. સમીર અને સૂરજ તેની સાથે છેલ્લા ચાર માસથી કંપનીમાં કામ કરે છે. આ બંને ટ્રેક્ટર લઇને એનજી કોલોનીથી સ્ટર્લિંગ વેલસ્પન કંપની જીએસએલ ખાતે રાતે ટિફિન આપવા જઈ રહ્યા હતા, તે દરમ્યાન ટ્રેક્ટર પલટી ખાઇ જતાં બંને યુવાનો ઘાયલ થયા હતા. આ બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં સમીરકુમાર સૂરજ પાસવાનનું મોત થયું હતું તેમજ સૂરજકુમાર સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે.