ધાણેટીથી ઉખડમોરા બાઇકથી જઈ રહેલ યુવાનને અજાણ્યા વાહને હડફેટે લેતા મોત

copy image

ભુજના ધાણેટીથી ઉખડમોરા બાઇકથી જઈ રહેલ યુવાનને અજાણ્યા વાહને હડફેટે લેતા તેનું મોત થયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રાત્રે ભુજ તાલુકાના ધાણેટીના રામકૃષ્ણનગરમાં રહેનાર કાનજી છાંગા બાઇક લઇને ઉખડમોરા જઈ રહ્યા હતા તે સમયે અજાણ્યા વાહને તેમને હડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર ઇજાઓના પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ બનાવ અંગે આગળની વધુ તપાસ આદરી છે.