લખપતના લક્કીનાળાંમાંથી બિનવારસુ હાલતમાં ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું
copy image

લખપત ખાતે આવેલ લક્કીનાળાંમાંથી બિનવારસુ હાલતમાં એક ડ્રગ્સનું પેકેટ મળી આવેલ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ગત દિવસે સવારે બીએસએફની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમની ટીમને બિનવારસુ હાલતમાં શંકાસ્પદ ડ્રગ્સનું એક પેકેટ માલી આવેલ હોવાનું સામે આવ્યું છે.