ભુજમાં જૂના ઝઘડાનું મનદુ:ખ રાખી એક યુવાન પર છરી વડે હુમલો

copy image

copy image

ભુજમાં જૂના ઝઘડાનું મનદુ:ખ રાખી એક યુવાન પર છરી વડે હુમલો કરી દેતાં આ મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ  ભુજના કોડકી રોડ પર રહેતા અલ્તાફ ઉર્ફે અમીર અલાઉદ્દીન સમાએ આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ગત તા. 21-7ના અડધી રાત્રે મોટાપીર ચાર રસ્તા પર જૂના ઝઘડાના મનદુ:ખમાં આરોપી ઈશમે ફરિયાદીને ગાળો આપી ભેઠમાંથી છરી કાઢી છાતી અને પેટના ભાગે હુમલો કરી દીધો હતો. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.