સૌથી અમીર ગણાતું માધાપર ગામ હવે રખડતાં ઢોરોમાં થઈ ગયું અમીર


ભારતનું સૌથી અમીર ગણાતું માધાપર ગામ…વિકાસના નામે વાતો માત્ર..? આ ગામમાં અનેક મૂળભૂત સુવિધાઓનો અભાવ તો છે જ, જેમાં ગટર વ્યવસ્થા મુખ્ય … માધાપર ગામમાં દરેક બીજી ગલીમાં ગટરની વ્યવસ્તા અને અનેક મુશ્કેલીઓ છે. અવારનવાર ગટરો ઉભરાતી હોય છે… લોકોને પસાર થવું પણ મુશ્કેલ બની રહે છે. એમાં પણ મામૂલી વરસાદમાં તો ગટરનું સામ્રાજ્ય જાણે બની જતું હોય છે….નથી પાર્કિંગ વ્યવસ્થા આપણે જોઈ શકીએ છીએ તેમ માધાપર પોલીસ ચોકીથી કરી અને ગાંધી સર્કલ સુધી હાઈવે પર લોકો આડેધડ પાર્કિંગ કરી દેતાં હોય છે. એ તો કેટલા ટાઇમથી સમસ્યાનો મુખ્ય મુદ્દો છે જ પરંતુ હવે તો આ વિસ્તારમાં રખડતાં ઢોરોનો પણ ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. માધાપર પોલીસ ચોકીથી કરી અને ગાંધી સર્કલ સુધી અનેક રખડતાં ઢોરો રોડ પર ફરી રહ્યા છે જેમાં કેટલાક અકસ્માતોનો ભોગ બનવાનો ભય રહે છે, તો કેટલાક ઢોરો અચાનક સામે આવી જતાં બાઈક ચાલકો પણ અકસ્માતનો ભોગ બનતા હોય છે. લોકોને આ રોડ પરથી પસાર થવુ મુશ્કેલ બની ગયું છે. ત્યારે નાના બાળકો અને વૃદ્ધ લોકોએ જીવ જોખમમાં મૂકી રોડ પરથી પસાર થવા જેવો તાલ બન્યો છે..કારણ કે આપણે જોઈએ જ છીએ ભૂતકાળમાં એવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે જેમાં રસ્તા પર પસાર થઈ રહેલ લોકને આંખલાઓ હડફેટે લઈ ઘાયલ કરી દેતાં હોય છે તો કેટલાક તો જીવ ના પણ જાય છે…..
યો ક્યારે જાગશે તંત્ર…? જ્યારે એના પોતાના કોઈ આ રખડતા ઢોરોના માધ્યમથી ઘય થશે ત્યારે…? શું આમ જનતાં નો જીવ કીમતી નથી…?