ઓગષ્ટ-૨૦૨૫ના માસનું ચલણ તથા નાણા ન ભરી શકવા બાબતે રજૂઆત કરાઈ


સવિનય હસ ઉપરોકત વિષયના અન્વયે આપ સાહેબશ્રીને જણાવવાનું કે, સરકારશ્રી તરફથી માહે ઓગષ્ટ-૨૦૨૫ના માસના ચલણ ભરવા માટે તા.૨૧/૦૭/૨૦૫ થી તા.૨૮/૦૭/૨૦૨૫ સુધીનો સમય નિયત કરવામાં આવેલ છે. માહે ઓગષ્ટ તહેવારનો મહિનો હોય જેમાં રેગ્યુલર જથ્થાની સાથે વધારાનો ખાંડ તેમજ સીંગતેલના વિતરણ માટે જથ્થાની ફાળવણી કરવામાં આવેલ છે. જેથી આ બાબતે આપ સાહેબશ્રીને જણાવવાનું કે અમો દુકાનદારોને માહે. એપ્રિલ-૨૦૨૫ થી ઓગષ્ટ-૨૦૨૫ સુધીનું કેન્દ્ર સરકાર તરફથી ઘઉં તથા ચોખાનું કમિશન મળેલ નથી. જેના કારણે માહે જુલાઈ-૨૦૨૫ના માસમાં ચલણ ના નાણા ભરવામાં ખુબ જ તકલીફ પડેલ હતી પરંતુ આજદીન સુધી બાકી પડતુ કમિશન જમા થયેલ નથી.જેથી અમો દુકાનદારો આર્થિક રીતે એટલા સક્ષમ નથી કે આટલું કમીશન બાકી હોવા છતા બીજા ચલણ ભરી શકીએ જેથી પાછલુ બાકી કમીશન જયા સુધી મળે નહી ત્યા સુધી નવા ચલણો ભરી શકીએ એ પરિસ્થિતિમાં ન હોય સમયસર પાછલુ કમિશન મળે તો જ અમો માહે-૨૦૨૫ના જથ્થાના ચલણ ભરી શકીએ એમ ન હોય કમીશન ન આવે ત્યા સુધી ચલણ ન ભરી શકવા બદલ દુકાનદારોની કોઇ જવાબદારી રહેશે નહી.
તદઉપરાંત જો દુકાનદનરોનું આજદિન સુધીનું બાકી કમીશન જો ઓગષ્ટના ચલણમાથી બાદ કરી આપવમાં આવે તો અમો ચલણ ભરવા સમંત છીએ. તેમજ માહે.આગષ્ટ-૨૦૨૫ના માસના ચલણની તારીખમાં ફેરફાર કરી તા.૦૧/૦૮/૨૦૨૫ થી તા.૦૫/૦૮/૨૦૨૫ સુધી કરવામાં આવે તેવી વિનંતી છે.