ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના ચોખાનું ગોડાઉન ઝડપાયું


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ. નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ તથા શક્તિસિંહ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા શક્તિસિંહ ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, મિરઝાપર પરિશ્રમ કોમ્પેક્ષની પાછળ આવેલ ગોડાઉનમાં શંકાસ્પદ ચોખાના બાચકા પડેલ છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા ગોડાઉનમાંથી ચોખાના બાચકા નંગ ૨૦૦ મળી આવેલ જે બાબતે હાજર મળી આવેલ ઇસમ પાસે સદર બાબતે કોઇ બીલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી. જેથી આ બાબતે ભુજ શહેર મામલતદારશ્રી શર્મા સાહેબ તથા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી હાસમી સાહેબ તથા તેમની ટીમનાઓને સ્થાનીક જગ્યાએ યાદી આપી બોલાવેલ અને તેઓ દ્વારા આ તપાસ કરી સદર ગોડાઉન સીલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
•• મુદ્દામાલ
- ચોખા ૧૦૩૩૫ કીલોગ્રામ કી રૂ. ૨,૬૦,૯૫૯/-