નખત્રાણાના સુખપર (રોહા)માંથી 10 હજારની રોકડ સાથે ચાર ખેલીઓની ધરપકડ

copy image

નખત્રાણા ખાતે આવેલ સુખપર (રોહા)માંથી ચાર ખેલીઓને ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નખત્રાણા તાલુકાના સુખપર (રોહા)માં મફતનગરમાં અમુક ઈશમો જાહેરમાં રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા તે સમયે અચાનક આવેલ પોલીસે અહીથી ચાર ખેલીઓને રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ રૂા. 10,700 સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.