ભુજ નગરપાલિકા વોટરસપ્લાય શાખા સમિતિની સમીક્ષા બેઠક મળી

આજરોજ ભુજ નગરપાલિકાની વોટરસપ્લાય શાખા સમિતિની સમીક્ષા બેઠક વોટર સપ્લાય શાખાના ચેરમેન સંજયભાઈ ઠક્કરના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં પાણી વ્યવસ્થા સુધારણા, પાણી લાઈન-ગટરલાઈન મીક્સ થવાના બનાવની સમસ્યા નિવારવા, તેમજ લોકોના ઘરો માંથી પાણીના ટાંકા ઓવરફલો થતા પાણીના બગાડને અટકાવવાના કામોને પ્રાધાન્યતા આપવામાં આવી હતી.
આ અંગે વધુમાં વિગત આપતા ભુજ નગરપાલિકાના વોટરસપ્લાય શાખાના ચેરમેન સંજયભાઈ એમ. ઠક્કરે જણાવ્યું હતું કે આજે જ્યારે મોટાભાગના વિસ્તારોમાં પાણી એકાંતરે મળી રહ્યું છે ત્યારે શહેરીજનોની પણ ફરજ બને છે કે પાણીનો બગાડ રોકે. પાણી રસ્તા પણ વહી નીકળે છે પરિણામે રસ્તા બગડે છે. મચ્છરોનો પણ ઉપદ્રવ થાય છે. જળ એ જીવન છે તેનો બગાડ ના કરશો, તે વેડફાય નહીં તેની કાળજી રાખશો. શહેરીજનોને ખાસ વિનંતી છે કે જેમના ઘરના જમીન ટાંકામાં બોલવાલ લાગેલા નથી તેઓ ખાસ લગાડી લે. અન્યથા જેમના ટાંકા છલકાતા તેમના ઘરોની બહાર પાણી નીકળતા જોવા મળશે તેમને જરૂર પડશે તો નોટીસ પણ પાઠવશે તેમ છતાં જો સુધારો ના જણાયો તો તેમના પાણીના કનકેશન પણ કાપવામાં આવશે તદુપરાંત હાલે ચોમાસાની સીઝન દરમ્યાન ક્યાય પણ ગટરવાળા પાણી ક્યાય મીક્સ ના થાય તેની આગોતરી વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ઉપરોક્ત મીટીંગમાં વોટરસપ્લાય સમિતિના સભ્ય પાયલબેન ઠક્કર, ઈન્જીનીયર વત્સલ (શિવમ) ગુસાઈ, વોટરસપ્લાય શાખાના સ્ટાફ હરપાલસિંહ જાડેજા, સુપરવાઈઝર તેમજ વાલ્વમેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(