ભુજ નગરપાલિકા તેમજ પહેલ સંસ્થા દ્વારા કાપડ થેલીઓ આપવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી


કેન્દ્ર સરકારના આદેશ અનુસાર પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઝબલા નો ઉપયોગ બંધ થાય તેમજ લોકો પર્યાવરણના બચાવના હેતુ થી આજરોજ ભુજ નગરપાલિકા તેમજ પહેલ સંસ્થા ના પ્રમુખશ્રી જયદીપસિંહ જાડેજા ના સંયુક્ત ઉપક્રમે શહેરના બસ સ્ટેશન પાસેના વિસ્તારમાં દુકાનદારો તેમજ લારી ગલ્લા વાળા પાસે થી પ્લાસ્ટીકના ઝબલા લઈને કાપડના ઝબલા આપવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આ અંગે વિગત આપતા ભુજ નગરપાલિકાના સેનિટેશન શાખાના ચેરમેન અનિલભાઈ છત્રાળાએ શહેરીજનો તેમજ વ્યાપારીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે સરકારે જ્યારે આ પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઝબલા પર પ્રતિબંધ મુક્યો છે ત્યારે આપણે સંપૂર્ણપણે પ્લાસ્ટીકના ઝબલાને તિલાંજલિ આપીને કાગળ/કાપડના ઝબલા રોજબરોજના વપરાશમાં ઉપયોગ કરીએ જે અન્વયે આજરોજ બસ સ્ટેશન વિસ્તાર, નવી શાકમાર્કેટ તથા ઓપનએર થીયેટર ની બાજુબાજુના વિસ્તારોમાં નાસ્તો વેંચતા. લારી ગલ્લા, તેમજ દુકાનદરોને પ્લાસ્ટીકના ઝબલાનો ઉપયોગ ના કરવા તેમજ વેપારીઓને કાપડની થેલીઓનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યું હતી જે અન્વયે આજરોજ અમોએ પ્લાસ્ટિકના ઝબલા લઈને કાપસની થેલીઓ વિતરણ કરી હતી. અંદાજીત ૧૫૦૦ થી ૨૦૦૦ થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આજરોજ સાથે સાથે ઓપન થીયેટર થી શાકમાર્કેટ સુધી સમૂહ સફાઈ પણ કરવામાં આવી હતી.
ઉપરોક્ત વિતરણ કાર્યક્રમમાં ભુજ શહેર ભાજપના પ્રમુખ મીતભાઈ ઠક્કર, ભુજ શહેર ભાજપના મલમત્રી જીગરભાઈ શાહ, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ હિરેનભાઈ રાઠોડ, ભુજ નગરપાલિકાના નગરસેવકશ્રી ધીરેનભાઈ લાલન સેનિટેશન ઇન્સ્પેક્ટર મિલનભાઈ ગધા તેમજ તેની ટીમ ઉપસ્થિત રહી હતી.