થાનગઢમાં વરિયા પ્રજાપતિ સમાજનું ભવ્ય મેગા એક્ઝિબિશન યોજાયું

થાનગઢ: વરિયા પ્રજાપતિ સમાજ, થાનગઢ દ્વારા તારીખ ૨૨ અને ૨૩ જુલાઈના રોજ સમાજની વાડી ખાતે ભવ્ય મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ એક્ઝિબિશનમાં ઇમિટેશન જ્વેલરી, કટલરી, આયુર્વેદિક ઉત્પાદનો, વિભિન્ન પ્રકારના ડ્રેસ, રાખડી કલેકશન, સ્કિન કેર પ્રોડક્ટ્સ સહિત વિવિધ આકર્ષક સ્ટોલો મૂકવામાં આવ્યા હતા. સુરત, જામખંભાળીંયા, રાજકોટ, લીંબડી સહિતના શહેરોમાંથી આવેલ વેપારીઓએ પોતપોતાના સ્ટોલો દ્વારા વિવિધ પ્રોડક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું.
સ્થાનિક રહીશો અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડીને એક્ઝિબિશનનો આનંદ માણ્યો હતો અને ખરીદી કરી હતી.
આ પ્રકારના કાર્યક્રમો સમાજના એકતા અને આર્થિક વિકાસ માટે એક સકારાત્મક પગલું ગણાય છે.
રિપોર્ટર જયેશભાઇ મોરી