સામખિયાળી નજીક બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત

copy image

કચ્છના સામખિયાળી નજીક બાઈક સ્લીપ થઈ જવાના કારણે એક યુવાને જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે સવારના અરસામાં તપસ્વી દિનેશભાઈ પરમાર નામનો યુવાન ભચાઉ તરફ જઈ રહ્યો હતો તે સમયે રામદેવપીર નજીક આંખમાં મધમાખી આડી આવતા ચાલકે બાઈક પરનો કાબૂ ગુમાવતાં રેલિંગ સાથે ટકરાયો હતો. સર્જાયેલ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.