અંજારના ભીમાસર નજીકની કંપનીના બોઈલર યુનિટમાં આગ ભભૂકી ઊઠતાં દોડધામ : સદ્દભાગ્યે કોઈ જાનહાનિ નહીં

copy image

copy image

અંજાર ખાતે આવેલ ભીમાસર નજીકની કંપનીના બોઈલર યુનિટમાં આગ ભભૂકી ઊઠતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 21/7ના રોજ અંજારના ભીમાસર નજીક આવેલી ડેકોર પ્રા.લિ. નામની કંપનીમાં આ આગનો બનાવ બન્યો હતો. કંપનીના થર્મિક બોઈલર યુનિટમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં તેમાં તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ પ્રાપ્ત કરાયો હતો. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.