ગાંધીધામના ખારીરોહરના સીમ વિસ્તારમાંથી 16 હજારની રોકડ સાથે છ ખેલીઓની ધરપકડ

copy image

ગાંધીધામના ખારીરોહરના સીમ વિસ્તારમાંથી જાહેરમાં છ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહયા છે, જે મુજબ ગત રાત્રીના અરસામાં મચ્છુનગર હનુમાન મંદિર નજીક લાઇટના પ્રકાશ અમુક ઈશમો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી રોકડ રૂા. 16,330 સાથે છ ખેલીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.