ગાંધીધામમાંથી રૂા. 9200ના શરાબ સાથે એક મોપેડ ચાલકની અટક

copy image

ગાંધીધામમાંથી રૂા. 9200ના શરાબ સાથે એક મોપેડ ચાલકને ઝડપી પાડવામાં આવેલ છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના સેક્ટર-7 માઉન્ટ સ્ટાર શાળાની બાજુમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે મોપેડ પર બેઠેલો શખ્સ શંકાસ્પદ જણાતાં તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. હાથ ધરવામાં આવેલ તપાસમાં આ ઈશમના મોપેડમાંથી દારૂનો જથ્થો નીકળી પડતાં પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપીની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.