પાણી નિકાલ માટે કાયમી કમિટી રચવા સૂચન

છેલ્લા બેથી અઢી દાયકામાં ભરપૂર ચોમાસાએ કચ્છના નગરો-ગ્રામ વિસ્તારોની સૂરત બદલી દીધી છે. સાથે સમસ્યાઓની ભરમાર સર્જી છે, તે હકીકત છે. આમાં સૌથી મોટી સમસ્યા છે વરસાદી પાણીના નિકાલની. જેને રસ્તાઓનું ધોવાણ, ગંદકી, મચ્છરો, માખીનો ઉપદ્રવ વધી રહ્યો છે. વરસાદી પાણીના નિકાલ માટે ટાઉનપ્લાનિંગ, માર્ગોનું સુચારુ લેવલીંગ, સક્ષમ ગટર વ્યવસ્થા અનિવાર્ય બન્યા છે. વરસાદી પાણીનો કારાતો સંગ્રહ, તળાવ-તળાવડીની આવના અવરોધો દૂર કરવા સુધારણા, વરસાદી જળના નિકાલનો જૂની પદ્ધતિઓનો અમલ સમયની મહામાંગ છે. આ સમસ્યાઓમાંથી પ્રજાજનોને છૂટકારો મળે તે માટે સરકારના અધિકારીઓ, તજજ્ઞો અને જાગૃત નાગરિકો, ગ્રામજનોની કાયમી કમિટી બનાવાય તે માટે સરકાર વિચારે તે જરૂરી નથી લાગતું ?

– હિતેશ સોની, ભુજ