અબડાસાના વાગોઠમાં યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા મોત

copy image

અબડાસા ખાતે આવેલ વાગોઠમાં યુવાને કોઈ અકળ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રોમાથી મળતી માહિતી મુજબ વાગોઠમાં રહેતો 19 વર્ષીય યુવક જિજ્ઞેશ આરબ કોલી ગત તા;15/7ના પોતાના ઘરે હાજર હતો, તે સમય દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઉપરાંત તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતુ. આ યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હસે તે સહિતનું બહાર આવ્યું ન હતું. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.