181 ટીમના કુશળ કાઉન્સેલિંગ થી બેનને તેમના પરિવારને સુરક્ષિત સોંપવામાં આવી

રાત્રિના લગભગ 01:00 વાગ્યે થર્ડ કોલર દ્વારા મદદ માટે ફોન આવેલ થર્ડ કોલર ટીમને જણાવે કે તેઓ પી.આઈ છે અને પેટ્રોલિંગ દરમ્યાન ત્યાં એક બેન મળી આવેલ હોય અને તેમની ઉંમર 18 વર્ષ છે અને ઘરે જાણ કર્યા વિના બહાર નીકળી ગયેલ હોય જેથી મહિલા હેલ્પલાઇનમાં ફોન કરેલ .

ફરજ ઉપર હાજર કાઉન્સિલર પ્રવિણાબેન કોન્સ્ટેબલ હીનાબેન તેમજ પાયલોટ દિનેશભાઈ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયેલ.

બેન સાથે કાઉન્સિલિંગ કરેલ અને પરિવાર વિશે માહિતી જણાવવા કહેલ પરંતુ શરૂઆતમાં તેઓ કોઈ પણ પ્રકારની જાણકારી આપે નહીં તેમ જ કહે કે જો મને મારા પરિવારને સોંપી તો હું મરી જઈશ તેમજ જણાવે કે મારે પરિવાર પાસે નથી જવું એટલે તો હું ઘરે થી ભાગી નીકળી છું બેન કોઈ પણ પ્રકારનો કોન્ટેક્ટ કે તેમના પરિવાર વિશેની જાણકારી આપે નહીં. તેઓ જણાવે કે તેમના પરિવારવાળા એમને પ્રેમ નથી કરતા અને ત્રાસ આવે છે તેમજ જોબ પણ કરવા દેતા ના હોય.ઘરમાં 2 જ ભાઈ બહેન હોય જેમાં નાના ભાઈને વધુ પ્રેમ કરે એવું કહે.બેન સાથે વાતચીત કરી અને પ્રેમથી સમજાવીને પરિવારની માહિતી બહાર કાઢી તેમજ રાજી ખુશીથી બેનને સમજાવીને એમના પરિવારને સુરક્ષિત સોંપેલ છે.