માતા અને બાળકનું મિલન કરાવતી 181 ટીમ

બેનની સમસ્યા એ હતી કે તેમના સાસરીવાળા બાળક દેતા ન હોય જેથી મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે ફોન કરેલ.

ફરજ પર હાજર કાઉન્સિલર પ્રવિણાબેન કોન્સ્ટેબલ અંજલિબેન તેમજ દિનેશભાઈ ઘટના સ્થળે પહોંચવા માટે તરત જ રવાના થઈ ગયેલ.

આ ઘટના અબડાસા તાલુકાના ચારોપડી ગામની છે. ઘટના સ્થળે પહોંચી જાણ્યું કે બેને આગળ પણ બાળક લેવા માટે પ્રયત્ન કરેલ પરંતુ બાળક આપ્યું ન હોય જેથી બેને 181 માં ફોન કરેલ.બેનના લગ્ન જીવનને ત્રણ વર્ષ થયા છે અને તેમના લગ્ન જીવનથી એક વર્ષનું બાળક છે. બેન એમના સાસરીવાળાથી થી બોલાચાલીને લીધે તેમના માવતર જતા રહ્યા હોય ત્યારે તેમની સાસરીવાળાએ બાળક લઈ લીધું હોય અને છેલ્લા દસ પંદર દિવસથી એમને બાળક પાછા આપતા ન હોય.જેથી બેનના સાસરીવાળા સાથે વાતચીત કરેલ અને જણાવ્યું કે બાળક હમણાં નાનું હોવાથી હાલ માતાની જરૂર વધારે હોય તેમજ કાયદાકીય રીતથી સમજણ આપી અને બાળક માતા પાસે રહેશે એવું જણાવ્યું તેમજ ગામના સરપંચ પણ ત્યાં હાજર હોય તેમની સાક્ષીમાં બેનની સાસરીવાળાને સમજાવીને રાજી ખુશીથી બાળક અપાવેલ છે.