મોરબીમાં કારખાનામાં આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

copy image

ગુજરાત રાજયના મોરબીમાં એકવા ટોપના કારખાનામાં આગ ભભૂકી ઉઠી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે સૂત્રોનું કહેવું છે, મોરબીના વાંકાનેર નજીક વઘાસિયા ટોલનાકા પાસે એકવા ટોપના કારખાનામાં આ બનાવ બન્યો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. મોરબીના વાંકાનેર નજીક વઘાસિયા ટોલનાકા પાસે એકવા ટોપના કારખાનામાં કોઈ કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ બનાવ અંગે જાણ થતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.