વર્ષામેડીમાં 18 વર્ષીય યુવાને કર્યો આપઘાત

copy image

અંજાર ખાતે આવેલ વર્ષામેડીમાં 18 વર્ષીય યુવાને ગળેફાસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વરસામેડી સીમમાં આવેલા અંબાજી સિટીમાં 18 વર્ષીય નટુ રાધુભાઈ વાલ્મીકિ પોતાના બનેવીને ઘરે આવ્યા હતા. તે સમય દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હસે તે સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.