પોરબંદરમાંથી ગોઝારી ઘટના સામે આવી : સગીરા પર ચાર નરાધમોએ આંચર્યો સામૂહિક દુષ્કર્મ

copy image

પોરબંદરમાંથી એક ગોઝારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના અહેવાલ સફારી પર આવ્યા છે ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત 22 જુલાઈની રાત્રીના સમયે ચાર આરોપી ઈશમો ભોગ બનનાર સગીરાને બહાર લઈ ગયા હતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, નાસ્તો કરવાના બહાને આરોપીઓ સગીરાને એક સફારી કારમાં લઈ ગયેલ અને તેને કોઈ કેફી પીણું પીવડાવ્યું અને ત્યાર બાદ તે ભોગ બનનારને કોઈ પ્લોટમાં લઈ ગયેલ હતા જ્યાં તેના પર સામુહિક આંચરવામાં આવેલ હતું. આ મામલે ફરિયાદ નોંધાયાની સાથે જ પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા ચાર નરાધમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી દીધી છે.