કૃષિ પ્રગતિ એપ : ખેડૂત મિત્રોને ડિજિટલ રીતે સશક્ત બનાવતી આધુનિક પહેલ


        ગુજરાતના ખેડૂતો માટે કૃષિ વિભાગ દ્વારા ખાસ ‘કૃષિ પ્રગતિ’ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશન દ્વારા ખેડૂત મિત્રો ખેતીને લગતી તમામ મહત્વપૂર્ણ માહિતી એક જ જગ્યાએથી ઝડપથી અને સરળતાથી મેળવી શકે છે. પાકની વાવણીથી લઈને કાપણી સુધીના દરેક તબક્કે ખેતી આધારિત માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેનાથી ઉત્પાદકતામાં વધારો થાય, રોગ અને જીવાતનું નિયંત્રણ થાય અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે.

‘કૃષિ પ્રગતિ’ મોબાઈલ એપ્લિકેશન દ્વારા રાજ્યના ખેડૂતો સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ખેતીનો વિકાસ કરી શકે છે. ખેતી મુખ્યત્વે બિયારણ, દવા, ખાતર, વાતાવરણ અને બજારભાવ જેવા પરિબળો પર આધારિત છે. ત્યારે ‘કૃષિ પ્રગતિ’ એપ્લિકેશન દ્વારા ઋતુ પ્રમાણે પાક પસંદગી, બિયારણ, વાતાવરણ અને બજાર ભાવ જેવી સ્થાનિક પરિસ્થિતિ અનુસાર માહિતી મળતી રહે છે. દૈનિક ખેતીકાર્યોની આવક-જાવક માટે સ્માર્ટ રેકર્ડ, જીવાત અને રોગની ઓળખ અને ઉકેલ, સિંચાઈના પાણીની જરૂરિયાત વિશે માહિતી, સાથેસાથે ખેડૂતો આ એપ મારફતે કમાન્ડ સેન્ટરના કૃષિ નિષ્ણાતો સાથે પણ વાત કરી શકે છે  અને AI ચેટબોટ દ્વારા ખેતીલક્ષી માહિતી મેળવી શકે છે.

એપ કઈ રીતે ડાઉનલોડ કરી શકાય?

ગુગલ પ્લેસ્ટોર અથવા આઈ-ફોન પર એપ સ્ટોર પર જઈને આ એપ ડાઉનલોડ કરી શકાય છે.

ખેડૂત મિત્રો “કૃષિ પ્રગતિ” વ્હોટ્સએપ ચેનલ ફોલો કરીને ત્વરીત કૃષિ-વિષયક માહિતી  મેળવી શકે છે. જેની લીંક https://www.whatsapp.com/channel/0029Vb5cHGdEgGfQDaXGOZ3B છે.                                                                                                   

“કૃષિ પ્રગતિ” યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી કૃષિ-વિષયક માહિતીસભર વિડીયો નિહાળી શકે છે.

https://www.youtube.com/@krushipragatiagri,  જિલ્લાના તમામ ધરતીપુત્રોને કૃષિ પ્રગતિ એપ્લીકેશન ડાઉનલોડ કરી એપ મારફતે ખેતીલક્ષી વિવિધ ફાયદાઓ મેળવવા અનુરોધ કરવામાં આવે છે.