ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પ્રમાણિત બીજ વિતરણ ઘટક હેઠળ દિવેલા તથા તલના બિયારણનું કરાતું વિતરણ

ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ થી “નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ-ઓઇલસીડ” (NMEO-Oilseed) યોજના અમલમાં મુકવામાં આવેલી છે. કેન્દ્ર પુરસ્કૃત યોજના અંતર્ગત નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન Value Chain Partners(VCPs) પાસે કામગીરી કરાવવાની થાય છે. જે અંતર્ગત કચ્છ જિલ્લામાં સદભાવ કન્ઝ્યુમર્સ મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ સોસાયટી લી.ની વી.સી.પી તરીકે પસંદગી કરવામાં આવેલી છે. ભારત સરકારશ્રીની તેલીબિયાં ઉત્પાદન વધારવાની નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ-ઓઇલસીડ”(NMEO-Oilseed) યોજના અંતર્ગત ખેતીવાડી વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં ખેડૂતોને પ્રમાણિત બીજ વિતરણ ઘટક હેઠળ દિવેલા તથા તલના બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજના હેઠળ તેલીબિયાં પાકોનું વાવેતર વધશે તેમજ ઉત્પાદન વધારવામાં આ યોજના ખૂબજ ઉપયોગી સાબિત થશે. આગામી સમયમાં ફાર્મર ફિલ્ડ સ્કૂલ તથા ખેડૂત તાલીમનું આયોજન કરી ખેડૂતોને જરૂરી માહિતી સાથે પદ્ધતિસરની તાલીમ આપવામાં આવશે. ખેડૂતોને આ યોજનાનો બહોળા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ જરૂરી માર્ગદર્શન માટે ગ્રામસેવકશ્રીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબાર યાદીમાં જણાવાયું છે.