દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટનુ ઓવરલોડ વહન કરતા ચાર ટ્રક ઝડપાયા


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવા માટે સુચના આપેલ.
જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારીનાઓ દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન શક્તિસિંહ ગઢવી તથા લાખાભાઈ રબારીનાઓને મળેલ બાતમી હકીકત આધારે તાપાસ કરતા ઓવરલોડ બેન્ટોનાઇટ ભરેલા ચાર ડમ્પર ટ્રક મળી આવેલ જેમાં (૧) ટ્રક જેના રજી.નં. NL 06 A 6442 વાળી જેના વાહન ચાલક મુબારક દાઉદ બલોચ રહે. ગાંધીનગરી, ભુજ વાળા પાસે રોયલ્ટી પાસ-પરમીટ ચેક કરતા ટ્રકમાં બેન્ટોનાઇટ (ખનીજ) રોયલ્ટી કરતા ૫.૭ ટન ઓવરલોડ વજન ભરેલ હોય તેમજ (૨) ટ્રક જેના રજી.નં. NL 06 A 6445 વાળી જેના વાહન ચાલક ઇકબાલ અબ્દુલ કરીમ સુમરા રહે. ખાવડા વાળા પાસે રોયલ્ટી પાસ-પરમીટ ચેક કરતા ટ્રકમાં બેન્ટોનાઇટ(ખનીજ) રોયલ્ટી કરતા ૬.૪ ટન ઓવરલોડ વજન ભરેલ હોય તેમજ (૩) ટ્રક જેના રજી.નં. GJ 12 BZ 9810 વાળી જેના વાહન ચાલક રાજેશ મુળાભાઇ જાગરીયા રહે. પાંધ્રો વાળા પાસે રોયલ્ટી પાસ-પરમીટ ચેક કરતા ટ્રકમાં બેન્ટોનાઇટ રોયલ્ટી કરતા ૮.૨ ટન ઓવરલોડ વજન ભરેલ હોય તેમજ (૪) ટ્રક જેના રજી.નં. GJ 12 BZ 5013 વાળી જેના વાહન ચાલક નાસીર અલીમામદ સંગાર રહે. માનકુવા વાળા પાસે રોયલ્ટી પાસ-પરમીટ ચેક કરતા ટ્રકમાં બેન્ટોનાઇટ રોયલ્ટી કરતા ૧૪ ટન ઓવરલોડ વજન ભરેલ હોય જેથી ખાણ ખનીજ ધાર કલમ-૩૪ મુજબ ચારેય ડમ્પર ટ્રક ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.