ઘાણીપાસા જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નખત્રાણા પોલીસ


મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ(ભુજ) તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ-કચ્છ(ભુજ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી. બી. ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ-નખત્રાણા નાઓએ દારૂ-જુગારના સફળ કેશો શોધી કાઢવા તથા આ બદીને સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ,
જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી એ.એમ.મકવાણા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ મંજલ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, મંજલ ગામથી દેશલપર તરફ રોડની જમણી બાજુ આવેલ હરદીપસિંહ જાડેજાના કબ્જા ભોગવટાના વાડામાં બનાવેલ ડેલાના આંગણામાં લાઇટના અજવાળે અમુક ઇસમો ઘાણીપાસા વડે રૂપિયાનો હારજીતનો જુગાર રમી રહેલ છે તે બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી આરોપીઓને પકડી પાડી રોકડ રૂપિયા ૧૩,૭૦૦/- તથા ધાણીપાસા નંગ-૦૨ કિ.રૂ.00/- એમ કુલ્લે રૂ.૧૩,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ઈસમો વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામુ:-
(૧) હરદિપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા ઉ.વ.૨૭ રહે.મંજલ તા.નખત્રાણા (૨) રાજેશ પુંજાભાઇ ચાવડા ઉ.વ.૪૨ રહે મંજલ તા-નખત્રાણા (૩) દીલીપસિંહ ભીમુભા જાડેજા ઉ.વ.૫૭ રહે. મંજલ તા.નખત્રાણા (૪) મુળજીભાઇ વિશ્રામભાઇ મહેશ્વરી ઉ.વ.૪૦ રહે. મંજલ તા.નખત્રાણા (૫) સાલેમામદ ફકીરમામદ કુંભાર ઉ.વ.૨૮ રહે.મંજલ તા.નખત્રાણા (૬) વિજય મંગલભાઇ મહેશ્વરી ઉ.વ.૨૮ રહે.મંજલ તા.નખત્રાણા (૭) હિતેશ માનસંગભાઇ સોલંકી ઉ.વ.૩૮ રહે.મંજલ તા.નખત્રાણા
કબ્જે કરેલ મુદ્દામાલ:-
રોકડા રૂપિયા ૧૩,૭૦૦/-
ઘાણીપાસા નંગ-૦૨ કિં.રૂ.૦૦/-
એમ કુલ્લે રોકડા રૂ.૧૩,૭૦૦/- નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી એ.એમ.મકવાણા સાહેબ ના માર્ગદર્શન અને સુચના હેઠળ એ.એસ.આઇ. જયંતીભાઇ માજીરાણા તથા પો.હેડ કોન્સ. રાજદિપસિંહ ગોહિલ તથા મોહનભાઇ આયર તથા નરેન્દ્રસિંહ સોઢા તથા પો.કોન્સ.મોહનભાઇ ગઢવી તથા મીતકુમાર પટેલ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ.