ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં ખુલ્લેઆમ જુગાર રમતા 11 જુગારીઓ ઝડપાયા

copy image

ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં ખુલ્લેઆમ જુગાર રમતા 11 શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ગાંધીધામના ભારતનગર નજીક સોનલનગર ઝૂંપડા ગઢવીના પાણીના પ્લાન્ટની સામે જાહેરમાં અમુક ઈસમો ધાણીપાસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા હતા. તેવામાં અચાનક ત્રાટકેલી પોલીસે આરોપી ઈસમોને પકડી પાડયા હતા. પકડાયેલ શખ્સો પાસેથી રોકડ રૂ;28,440 તેમજ આઠ મોબાઇલ એમ કુલ રૂ;98,440નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.