નખત્રાણામાં ટ્રક ચાલકે અકસ્માત સર્જતા વીજ થાંભલા ધરાશય : કલાકો સુધી વીજપુરવઠો ખોરવાયો

નખત્રાણામાં ટ્રક ચાલકે અકસ્માત સર્જતા વીજ થાંભલા ધરાશય થયા હોવાના અહેવાલ સામે આવી રહયા છે. ત્યારે પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવ  ગત રાત્રિના સમયે થયો હતો. ગત રાતે પુરપાટ આવતી ટ્રક વીજ થાંભલામાં અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે થાંભલાથી જોડાણવાળા વીજપોલ તૂટી પડતા વીજતંત્રને મોટું નુકસાન થયું છે. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બનાવને પગલે આ વિસ્તારમાં કલાકો સુધી વીજપુરવઠો ખોરવાયો હતો. પોલીસે  આ બનાવ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.