નખત્રાણાના મંજલમાંથી સાત ખેલીઓની ધરપકડ

jugar

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ મંજલમાંથી સાત ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ નખત્રાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મંજલ ગામથી દેશલપર જતા માર્ગે અમુક ઈશમો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી જાહેરમાં જુગાર રમતા સેટ ખેલીઓને રોકડા રૂા. 13,700 સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.