કેબલ ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ”

copy image

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા દિવ્યરાજસિંહ જાડેજાનાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન દિવ્યરાજસિંહ જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, નખત્રાણા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૦૭૪૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) તેમજ નલીયા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૦૧૫૭/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબના ગુના કામેનો આરોપી રફીક મામદ લાખા રહે ગાંધીનગરી વાળો હાલે એકતા ટી-સ્ટોલ માધાપર ખાતે હાજર છે જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેથી મજકુર ઇસમને ઉપરોકત બન્ને ગુન્હા અંગેની સમજ આપી પુછ-પરછ કરતા મજકુર ઇસમએ ઉપરોક્ત બન્ને ગુના કરેલ હોઇ અને ગુન્હા કામે આજ દીન સુધી નાસતો-ફરતો હોવાની કબુલાત આપેલ જેથી મજકુર આરોપીને હસ્તગત કરી નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

  • પકડાયેલ આરોપીઓ

રફીક મામદ લાખા ઉ.વ.૪૦ રહે ગાંધીનગરી તા.ભુજ

નીચેના ગુનામાં નાસતો ફરતો હતો

નખત્રાણા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૦૭૪૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબ

  • નલીયા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૦૧૫૭/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબ