ભુજ-નખત્રાણા રોડ ઉપર ફોર વ્હીલ ઉપર સ્ટંટ કરતા સ્ટંટબાજો ઉપર કડક કાર્યવાહી કરતી જિલ્લા ટ્રાફિક પોલીસ

copy image

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્વિમ કચ્છ ભુજનાઓ જિલ્લામાં વાહન ઉપર સ્ટંટ કરતા સ્ટંટબાજો ઉપર કડક કાર્યવાહી કરવા માટે સુચના આપેલ.
જે સુચના અનુસંધાને નખત્રાણા-ભુજ રોડ ઉપર જિલ્લા ટ્રાફિક શાખા પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.ડી.સરવૈયાનાઓના તથા તેઓની ટીમ દ્રારા ટ્રાફિક નિયમનની કામગીરીમાં હતા તે દરમ્યાન GJ-07-AR-1604 વાળી ફોર વ્હીલ ગાડીમાંથી એક વ્યકિત ગાડીની બારીમાંથી પોતાનું શરીર બહાર કાઢી તે પ્રકારના સ્ટંટ કરતો હતો તુરંત જ જિલ્લા ટ્રાફિક શાખા પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.ડી.સરવૈયાનાઓના તથા તેઓની ટીમ દ્રારા આ સ્ટંટબાજ મયુર અરવિંદભાઇ નાકરાણી રહે-પ્રમુખસ્વામી ભુજવાળાના વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૮૧ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.