માર્ગ અકસ્માતમાં થતી જાનહાની અટકાવવા વાહન ચાલકો વિરુદ્ધ કડક અને કાયદેસરની કાર્યવાઠી કરતી સીટી ટ્રાફિક શાખા,ભુજ

copy image

copy image

પોલીસ મહાનિરીક્ષકથી ચિરાગ કોરડીયા સાહેબ સરઠદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાઠેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓ તરફ થી દિન પ્રતિદિન વધી રહેલા રોડ અકસ્માતના બનતા બનાવ અટકાવવા બેજવાબદાર વાઠન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ છે.

જે અનુસંધાને શનિવાર તથા રવિવારના દિવસે ભુજ સીટી ટ્રાફિક શાખાના અધિકારી તથા પોલીસ સ્ટાફ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલ તે પૈકી કુલ ૫૦૧ વાહન ચેક ક૨વામાં આવેલ તથા બ્રેથ-એનેલાઈઝરથી વાહન ચેક કરતા નશો કરેલ હાલતમાં મળી આવેલ વાહન ચાલકો (ડ્રિક એન્ડ ડ્રાઈવ) વિરૂદ્ધ કુલ-૦3 કેસ કરી તેમના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ તથા એમના વાહનો જપ્ત ક૨વાની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૮૧ હેઠળ ભયજનક અને બેદરકારીથી વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસ કાર્યવાહી કરી ૦૧ કેસ કરવામાં આવેલ.ઉપરોક્ત તમામ વિરુધ્ધ ભુજ શહેર એ ડીવીજન તથા બી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે ગુનાઓ દાખલ કરાવવામાં આવેલ છે. તેમજ અન્ય ૦૬ વાહન ડીટેઈન કરવામાં આવેલ છે તેમજ ઓવર સ્પીડ અને નંબર પ્લેટ વગરના તથા ડ્રાઈવીંગ લાયસન્સ વગર તથા ડ્રાઇવીંગ દ૨મ્યાન સેલફોન પર વાત કરતા તથા ભયજનક ડ્રાઇવીંગ ક૨તા વાહન ચાલકો વિરૂધ્ધમાં કુલ ૨૨ એન.સી.કેસો કરવામાં આવેલ છે. આ સિવાય સ્થળદંડની પણ કાર્યવાહી કરવામાં આવેલ છે.આ કાર્યવાહી સદંતર ચાલુ રાખી ભુજ શહેર ખાતે આવા બેજવાબદારી પુર્વક વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

સીટી ટ્રાફિક શાખા,ભુજ દ્વારા જાહેર જનતા જોગ અપીલ

નોંધ:ટ્રાફિકના નિયનોનુ પાલન કરો, પોતાનુ તેમજ બીજાઓનુ જીવન બચાવો.