ઇન્સ્ટાગ્રામ પર ખોટી આઇ.ડી. બનાવી લોકો સાથે છેતરપીંડી કરવાની કોશિષ કરતા બે ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી LCB,પશ્ચિમ કચ્છ-ભુજ”

copy image

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ એ.એસ.આઇ. પંકજભાઇ કુશવાહ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજિતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા દિવ્યરાજસિંહ જાડેજાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પંકજભાઇ કુશવાહ તથા રણજીતસિંહ જાડેજાનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી તપાસ કરતા (૧) અમન અનવર ભુકેરા રહે. રાજ ફર્નિચરની સામે, ભુજ તથા (૨) અમન આરીફ સુરંગી રહે.સંજોગનગર, ભુજવાળાઓ મળી આવેલ અને બંને જણા પાસેથી મળી આવેલ મોબાઇલમાં વોટસએપમાં રાજેશકુમાર ગુપ્તા નામની વ્યક્તિ સાથે થયેલ ચેટ જોતા તેમાં તેને ભારતીય ચલણી નોટોના ગડીના વિડિયો મુકેલ છે અને તે વ્યક્તિને વિશ્વાસમાં લઈ તેને દિલ્હી થી ભુજ બોલાવેલ હોવાના મેસેજ બાબતે પુછતા મજકુર ઇસમોએ જણાવેલ કે, અમે પાર્ટીને વિશ્વાસમાં લઇ છેતરપીડી કરવાના ઇરાદે ભુજ બોલાવેલ તેમજ વોટસએપમાં અન્ય લોકો સાથે ભારતીય ચલણી નોટોના વિડિયો છેતરપીડી કરવાના ઇરાદે શેર કરેલ તેમજ જણાવેલ કે અમે બંને ભેગા મળીને લોકોને ભારતીય ચલણી નોટો અંગેના વિડિયો મોબાઇલથી ઇન્સ્ટાગ્રામ พเย.डी.Currency dealer तथा mahadev_OOpatel तथा ramesh_bhaai_patel_2 नामनी आ.डी. परथी અમે બન્ને જણા ઘણા બધા વિડિયા બનાવીને જેમાં ભારતીય ચલણની રૂપીયા ૫૦૦/- ની નોટની ગડીઓના ફોટા સોશ્યલ મીડિયા ઉપર મુકીને લોકો સાથે છેતરપીડી કરીને રૂપીયા પડાવતા હોવાની હકીકત જણાવેલ.

જેથી મજકુર ઇસમોએ ભેગા મળી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા લોકોને વિશ્વાસમાં લઇ લોભામણી લાચચ આપી ભારતીય ચલણી નોટોની ગડીઓના વીડીયો કલીપ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પર મુકી લોકો પાસેથી છેતરપીડી કરીને રૂપીયા પડાવવા માટે મોબાઇલમાં ખોટી આઇડી ઉપર ફોટા તથા વીડીયો મુકીને લોકો સાથે સંપર્ક કેળવીને લોકો સાથે ભારતીય ચલણી નોટઓની ગડીઓ અંગે છેતરપીડી થી વિશ્વાસઘાત કરી રૂપીયા પડાવવાની કોશીષ કરી ગુનો કરેલ હોય જેથી તેઓના વિરૂધ્ધમાં ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૮૦૩/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૮(૪),૩૧૬(૨),૩(૫),૬૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી

  • અમન અનવર ભુકેરા ઉ.વ. ૨૩ રહે. મોલુવાળી મસ્જિદની ગલી, રાજ ફર્નિચરની સામે, ભુજ

અમન આરીફ સુરંગી ઉ.વ.૨૦ રહે. સંજોગનગર, ગરબી ચોક, ભુજ

:• કબ્જે કરેલ મુદ્દામાલ

મોબાઇલ ફોન નંગ – ૦૩ કિં.રૂ. ૧૫,૦૦૦/-