જગરનૉટ એફસી ઉતરાખંડના રુદ્રપુરમાં આગામી એઆઈએફએફ હીરો ફુટસલ ક્લબ ચેમ્પિયનશિપ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

copy image

સ્ટ્રાઈકર 11 દ્વારા પ્રાયોજિત ગુજરાતનો પ્રથમ ક્લબ છે, જેને પ્રમુખ રાષ્ટ્રીય ફુટસલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. આ રાજ્યના ફૂટબોલ ઇકોસિસ્ટમ માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના કાર્યકારી સમિતિના સભ્ય અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના સચિવ ફિલિપ જોબે આ સિદ્ધિને ગુજરાત ફૂટબોલ માટે ગર્વની ક્ષણ ગણાવી હતી.
“રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે જગરનૉટ એફસીની યોગ્યતા રાજ્યમાં ફુટસલની વધતી લોકપ્રિયતા અને ધોરણને દર્શાવે છે. અમને વિશ્વાસ છે કે ટીમ ખૂબ જ કુશળતા અને જુસ્સા સાથે અમારું પ્રતિનિધિત્વ કરશે અને પોતાના પ્રદર્શનથી અમને બધાને ગૌરવ અપાવશે.
ફૂટબોલનાને ઇન્ડોર વેરિઅન્ટમાં વધતા રસની સાથે ટુર્નામેન્ટના ક્ષેત્રમાંથી ઉભરતી પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે એક મહત્વપૂર્ણ મંચના રૂપમાં જોવામાં આવે છે.
જગરનૉટ એફસીના ટીમના હેડ અભેશેક રાયે કહ્યું કે, “અમારું ધ્યાન એક મજબૂત પાયાના સ્તરે કાર્યક્રમ અને સ્પર્ધાત્મક ટીમ સંસ્કૃતિના નિર્માણ પર રહ્યું છે. રાષ્ટ્રીય સ્તર પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવું એ એક મોટું સન્માન છે અને અમે 2024-25માં અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશું.
રિપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ