મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી ફિલ્મ “મહારાણી”ના કલાકારો અને નિર્દેશક અમદાવાદના મહેમાન બન્યા

copy image

ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણીની બહોળી આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને એનાઉન્સમેન્ટ થી લઇને ટ્રેલર સુધી લોકો ની ઉત્સુકતા સતત વધતી દેખાઈ છે. ઉપરાંત ફિલ્મ ના ટાઇટલ ટ્રેક અને મુંબઈયા ગુજરાતી ને ખૂબ લોક ચાહના મળી રહેલ છે.
મહારાણી ફિલ્મની કથા રાણી (શ્રદ્ધા ડાંગર) આસપાસ ફરે છે, જે એક આધુનિક ઘરના ઘરકામ માટે આવેલી ક્વર્કી અને ગફલતભરી કામવાળી છે. મહારાણી આ ઘરના માલિક – માનસી પારેખ અને ઓજસ રાવલ ના જીવનની વાર્તા છે. રાણીનો ગેરવર્તૂંક સ્વભાવ અને અણઘડ આચરણ ઘરભરમાં કયારેક હાસ્યનો વિષય બને છે તો કયારેક પરેશાનીનું કારણ. રોજબરોજના કામકાજ દરમિયાન તે જે ઘોર ગોટાળો ઊભો કરે છે અને પછી તેના માટે અવનવા બહાના કાઢે છે તે દર્શકોને હસવા મજબૂર કરે છે.
કહાની વધુ રસપ્રદ ત્યારે બને છે જ્યારે એક દિવસ માનસી પારેખનું પાત્ર રાણીની આ લાપરવાહી અને કંટાળાજનક વર્તનથી કંટાળી જાય છે અને તેને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લે છે. ત્યાર પછી એક નવી કામવાળી શોધવાનું સંઘર્ષ શરૂ થાય છે જેનાથી હાસ્ય, ડ્રામા અને થ્રિલ ભરેલી એક મનોરંજક કહાની આગળ વધે છે.
ફિલ્મના મુખ્ય કલાકારોમાં માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ અને સંજય ગોરાડિયા સહિત ઘણા પ્રતિભાશાળી કલાકારો છે.
રીપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ