અંજારના મેઘપર કુંભારડીમાં છ શખ્સોએ એક યુવાન પર હુમલો કરતાં નોંધાઈ ફરિયાદ

copy image

copy image

અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડી વેલનાથનગરમાં છ શખ્સોએ એક યુવાન પર હુમલો કરી દીધો હોવાનો બનાવ પોલીસે ચોપડે ચડ્યો છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મેઘપર કુંભારડી વેલનાથનગર હાલે ખેડોઈ રહેતા હીરા મુકેશ ભીલ દ્વારા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ગત તા. 7/7ના રાત્રીના સમયે આ બનાવ બન્યો હતો. ફરિયાદી પોતાની પત્નીને લેવા જઈ રહ્યો હતો તે સમયે આરોપી ઈશમોએ તેના પર ધોકા, પથ્થર પડે હુમલો કરી દીધો હતો. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.